ગુરુવાર, 28 જુલાઈ, 2011

પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ

                     પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ છે .. જેને ફક્ત મહેસુસ જ કરી શકાય છે .. હૃદય અને મન થી .. ફક્ત આંખો દ્વારા પ્રેમ નથી થતો .. ઘણી વખત તમે જુવો કે કોઈ બે પાત્રો પ્રેમમાં હોય તો સામાન્ય માનવી એ બંને વચ્ચે ઘણો તફાવત જોઈ શકતા હોય .. જેમ કે કોઈ એક પાત્ર એકદમ સુંદર હોય … સામેના પાત્ર માં એવી સુંદરતા ના પણ હોય છતાં કેમ બંને વચ્ચે પ્રેમ થઇ જતો હશે ..? .. આંખોથી નહિ પરંતુ કોઈ અનોખી લાગણી જ્યારે બન્નેના હૈયાની આરપાર પસાર થઈ જાય .. કારણ વિનાનો અજંપો કે કારણ વિનાની એવી ઘણી અનોખી અનુભૂતિઓને તમે ખુદ સમજી ના શકો .. આવી લાગણીઓને તમે ક્યા નામ થી ઓળખાવી શકો....?     પ્રણય – પ્રેમ...!


                     પ્રેમ… તે પોતાનામાંજ એક ખુબજ વિશાળ અને ઉંડાણભર્યો વિષય છે… અને બધા કહે છે ને કે તમારે પ્રેમને સમજવો હોય તો તમારે પ્રેમ કરવો પડે… હું તો ત્યાં સુધી કહીશ કે … તમે પ્રેમમાં હોવ… કે તમને એવુ લાગતુ હોય કે તમે પ્રેમમાં છો… છતાં પણ તમને પ્રેમ સમજાય તો સમજાય… અને એવુ પણ બને કે તમને અંત સુધી પ્રેમ શુ છે તે ન પણ સમજાય…!

                    પ્રેમ લગભગ દરેક વખતે આંખોથી શરુ થાય છે… અને આંખો કોઈને ગમાડે એટલે તે મગજને સંદેશા પહોચાડે કે તે મને કેટલી હદે ગમે છે… મગજ તેનુ વિશ્લેષણ કરી તે વાત હૃદયને પહોચાડે અને હૃદય ગાંડુ ગાંડુ બની તે વ્યક્તિ કે વસ્તુને ગમાડવા માંડે છે… અને જ્યારે તે વ્યક્તિ કે વસ્તુ દુર થઈ જાય… હૃદય ભગ્ન બને ત્યારે… દુઃખના વાદળો ઘેરાય અને હૃદયમાં ડુમો ભરાય તે મગજ સુધી પહોચે અને મગજ પાણી જેવુ કોઈ પ્રવાહી આંખો સિધી પહોચતુ કરે અને આંખો તે દુઃખના વાદળોને ખાળવા માટૅ તે પ્રવાહીનુ વહન ચાલુ કરે…

ટિપ્પણીઓ નથી: