સોમવાર, 25 જુલાઈ, 2011

સરનામાં વિનાનો પત્ર


પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે સલામતી - હુંફ - ભય નો અભાવ....
પ્રેમ એટલે અધિકારની માપણી અને અધિકારની સોપણી...

પ્રેમ એટલે શું..?
કશુંક મેળવી લેવું કે કશુંક આપી દેવું..?
કે પછી દુર રહી ને પણ લાગણી થતી રહે તે પ્રેમ ?
પ્રેમ એટલે કે દરિયાના જળમાંથી આકાશે બંધાઈ જતી વાદળી.
પ્રેમ એટલે સાગરના પાણી પર વરસી પડેલ વાદળી.
સ્પર્શાલું ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ.
ઈચ્છાઓનું  ઓગળી જવું તે પ્રેમ.

સાચે જ પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી સાચવી લીધેલી જીવન ની ક્ષણો, પ્રેમ એટલે સલામતીની તૂટતી રહેલી દીવાલોની બાકી રહી ગયેલી ઈંટો અને પ્રેમ એટલે ખુલ્લા પરબીડીયામાં મુકેલો સરનામાં વિનાનો પત્ર. . . એટલે પ્રેમ.

આને કહેવાય પ્રેમ

પ્રેમ એટલે ફક્ત લાગણી,  અંતરમાં ઉઠેલી લાગણી,

જેનો વિરોધ કરે છે મન, કરવાથી ક્યારેય નથી થતો,
થયા પછી ખબર પડે, ..............  આને કહેવાય પ્રેમ..

પ્રેમ જેનું નામ છે


પ્રેમ એટલે શું. ?
કોઈ તમને જીવવા માટે પ્રેરણા આપે
તમારામાં રહેલ આનંદને બહાર લાવી
તે બીજા ને આપવાની પ્રેરણા આપે
પ્રેમ એટલે...
તમને શક્તિશાળી  બનાવે તે
તમારામાં   વિશ્વાસ પેદા કરે તે
પ્રેમ એટલે...
જ્યાં તમે હમેશા હાજર રહો છો...એવી જગ્યા
જ્યાં તમોને ઘણું શીખવાની પ્રેરણા થાય છે...
ને તમારો વિકાસ થાય છે...
આ એવો સાથ છે જ્યાં "હું" જેવો છું
તેવો  જ સ્વીકારાઉં   છું...
મને વધુ સુંદર બનવા મદદ મળે છે.
અને મારી જાતની અપૂર્ણતાઓ પૂર્ણતામાં ફેરવાય છે.
આ એવો સાથ છે જે શક્તિશાળી બનાવે છે...અને
જયારે જરૂર પડે ત્યારે ગમે તેવા સંજોગોમાં સુખ અને સહકાર આપે છે.
આ એવો સાથ છે જ્યાં શ્રદ્ધા નું આશ્રય સ્થાન છે
સલામતીની ભાવના છે...અને છતાં
મને સ્વતંત્રતા પણ મળે છે
જ્યાં હું મારી જાત ને જ વિકસું છું...
આ એવો જ સાથ છે...
સદીઓ થી જેનો ઇન્તજાર છે...
એ જ વાસ્તવિક છે... પ્રેમ જેનું નામ છે.
અજ્ઞા
ત.

પ્રેમ એટલે

પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…
પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…
પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…
પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…
પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ…

                                                 -રાજીવ ગોહિલ