ગુરુવાર, 28 જુલાઈ, 2011

એ તમારો પ્રેમ.

સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા,
કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય,
એ પ્રેમ છે.

મંદિરમાં દર્શન કરતી વખતે,
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,
એ પ્રેમ છે.

આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,
એ પ્રેમ છે.

માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું,
એ પ્રેમ છે.

લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,
એ પ્રેમ છે.

આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે,
એ તમારો પ્રેમ છે.

- ડૉ. હિતેશ ચૌહાણ

પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ

                     પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ છે .. જેને ફક્ત મહેસુસ જ કરી શકાય છે .. હૃદય અને મન થી .. ફક્ત આંખો દ્વારા પ્રેમ નથી થતો .. ઘણી વખત તમે જુવો કે કોઈ બે પાત્રો પ્રેમમાં હોય તો સામાન્ય માનવી એ બંને વચ્ચે ઘણો તફાવત જોઈ શકતા હોય .. જેમ કે કોઈ એક પાત્ર એકદમ સુંદર હોય … સામેના પાત્ર માં એવી સુંદરતા ના પણ હોય છતાં કેમ બંને વચ્ચે પ્રેમ થઇ જતો હશે ..? .. આંખોથી નહિ પરંતુ કોઈ અનોખી લાગણી જ્યારે બન્નેના હૈયાની આરપાર પસાર થઈ જાય .. કારણ વિનાનો અજંપો કે કારણ વિનાની એવી ઘણી અનોખી અનુભૂતિઓને તમે ખુદ સમજી ના શકો .. આવી લાગણીઓને તમે ક્યા નામ થી ઓળખાવી શકો....?     પ્રણય – પ્રેમ...!


                     પ્રેમ… તે પોતાનામાંજ એક ખુબજ વિશાળ અને ઉંડાણભર્યો વિષય છે… અને બધા કહે છે ને કે તમારે પ્રેમને સમજવો હોય તો તમારે પ્રેમ કરવો પડે… હું તો ત્યાં સુધી કહીશ કે … તમે પ્રેમમાં હોવ… કે તમને એવુ લાગતુ હોય કે તમે પ્રેમમાં છો… છતાં પણ તમને પ્રેમ સમજાય તો સમજાય… અને એવુ પણ બને કે તમને અંત સુધી પ્રેમ શુ છે તે ન પણ સમજાય…!

                    પ્રેમ લગભગ દરેક વખતે આંખોથી શરુ થાય છે… અને આંખો કોઈને ગમાડે એટલે તે મગજને સંદેશા પહોચાડે કે તે મને કેટલી હદે ગમે છે… મગજ તેનુ વિશ્લેષણ કરી તે વાત હૃદયને પહોચાડે અને હૃદય ગાંડુ ગાંડુ બની તે વ્યક્તિ કે વસ્તુને ગમાડવા માંડે છે… અને જ્યારે તે વ્યક્તિ કે વસ્તુ દુર થઈ જાય… હૃદય ભગ્ન બને ત્યારે… દુઃખના વાદળો ઘેરાય અને હૃદયમાં ડુમો ભરાય તે મગજ સુધી પહોચે અને મગજ પાણી જેવુ કોઈ પ્રવાહી આંખો સિધી પહોચતુ કરે અને આંખો તે દુઃખના વાદળોને ખાળવા માટૅ તે પ્રવાહીનુ વહન ચાલુ કરે…

વૈજ્ઞાનિકોએ પ્રેમની ટેક્નીકલ વ્યાખ્યા કરી

                       હ્રદયને સ્પર્શતો મધુર અહેસાસ એટલે પ્રેમ, પરંતુ પ્રેમ સંર્દભે ઉંડાણપૂર્વકના સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પ્રેમ માનસિક અવસ્થા છે. જેવી રીતે કોઈ માદક પદાર્થ કે દવાની આદત પડ્યા પછી તે નહીં મળવાથી શરીરના હાર્મોનલ સ્ત્રાવોમાં પરિવર્તન આવે છે. તેવી રીતે પ્રેમની અવસ્થામાં પણ આપણા શરીરમાં આંશીક પ્રમાણમાં હાર્મોનલ પરિવર્તન થાય છે. આમ વૈજ્ઞાનિકોએ પ્રેમની ટેક્નીકલ વ્યાખ્યા કરી તેને માનસિક અવસ્થાનુ નવુ નામ આપ્યુ છે.

         પ્રેમમાં પડ્યા પછી મગજની ક્રિયાઓમાં બદલાવ આવે છે. મગજની અંદર ડોપામાઈનનો સ્ત્રાવ વધી જાય છે, જે અત્યંત સુખદ અનુભવ કરાવે છે. ડોપામાઈન એવું દ્રાવણ છે જે પ્રેમને એક પ્રકારે નશીલી દવા બનાવે છે અને પ્રેમીને તેનો બંધાણી. પ્રેમ એક એવો નશો છે જેમાં પ્રેમ કરનારી વ્યક્તિઓ એકબીજાને ન મળે તો તેમને બેચેનીનો અહેસાસ થાય.


                જેમ સુગંધને આપણે નથી છુપાવી શકતાં તેવી જ રીતે પ્રેમને બીજાની નજરથી દુર રાખવો અશક્ય છે. પ્રેમ પોતાના પ્રેમીના શરીરની સુગંધને ખુબ જ સારી રીતે જાણે છે. દરેક વ્યક્તિના જીવનની સુગંધ તેના જીન પર નિર્ભર કરે છે. સુગંધ સેક્સ હારમોન ફેરોમોંસમાંથી ઉત્પન્ન થાય છે. ઓવ્યૂલેશનની ક્રિયા દરમિયાન મહિલાઓની સુંઘવાની શક્તિ તેજ બની જાય છે. તે સમયે પ્રેમીકાને પોતાના પ્રેમીની સુગંધ ખુબ જ આકર્ષિત કરે છે. વિશેષ દેહ ગંધ ઈસ્ટ્રોજનના સ્તરને વધારીને સેક્સની ઈચ્છામાં વધારો કરી દે છે.

               માણસ પ્રેમમાં પડે એટલે તે અર્ધપાગલ થઈ જાય તેવી માન્યતા ખોટી છે. પ્રેમમાં પડેલો વ્યક્તિ પહેલા કરતાં વધારે સમજણો અને સતેજ બને છે. એકબીજાની પાસે રહેવાની આ ભાવના માનસિક સ્થિરતા અને બુધ્ધિમાં નોંધપાત્ર વધારો કરે છે.
 
             પ્રેમના પવિત્ર બંધનમાં બંધાયા પછી તમારા અન્ય સંબંધોમાં જ નહીં પરંતુ
સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. પ્રેમ કરનાર લોકો અન્યોની સરખામણીમાં શારીરિક રીતે વધુ સ્વસ્થ અને ખુશ રહે છે. પ્રેમપૂર્ણ સંબંધો હ્રદયરોગના હુમલાના ભયને ઘટાડીને નહિવત બનાવી દે છે.

  
                પ્રેમમાં વિતાવેતી પાંચ મિનીટ ઉદાસી, નિરાશા અને નકારાત્મકતાને દુર કરનારી   હોય છે. પ્રેમની મધુર પળો સેરોટોનિન અને ઓક્સીટોન હારમોનમાં અનેક ગણો વધારો કરે છે, જે પ્રેમીના મનમાં આનંદનો ઉમડકો પેદા કરે છે. જ્યારે પ્રેમીપંખીડા પરસ્પર ગળાડુબ પ્રેમમાં હોય અને એકબીજાની ચિંતા વ્યક્ત કરે, ત્યારે હાર્મોનની અંદર થતાં પરિવર્તનને કારણે તેઓની ઉદાસી સેંકડો જોજનો દુર ભાગી જાય છે.

જીવનના દરેક ક્ષણને પ્રેમથી ભરી દો, પ્રેમ તમારા જીવનમાં એક અજવાળુ પાથરી દેશે.
        એક અધ્યયન અનુસાર એવું જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સેક્સ કરનાર કરતાં અઠવાડિયામાં બે વખત સેક્સ કરનાર વધારે સ્વસ્થ્ય રહે છે. આ જ રીતે ઈસ્ટ્રોજન મહિલાઓ ત્વચા અને વાળની ચમકને વધારે છે

અઢી અક્ષરમાં રમાડ્યા તમે

અઢી અક્ષરમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે
હું ને તું માં દુનિયા સમાણી
લખશું પ્રેમની મધુર કહાણી
કોઈને દે સંદેશા વાદળ
કોઈ દોડે ફૂલોની પાછળ
ગમે મને હોળીના વાવડ
રંગ ભરી પીચકારી મોરી
છોડી શરમ ને રંગી ચોળી
શુભારંભી મેં પ્રેમ કહાણી
હું ને તું માં દુનિયા સમાણી
લખ્યો કાગળ નજરથી પહેલો
દીધો હોઠે હસતો જવાબ વહેલો
ને છલક્યો પ્રેમનો હૈયે ઠેલો
જઈ ગુલાબી ગાલમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે
પ્રેમતણી છે દુનિયા દીવાની
જીવનની મસ્તી ગુલાલે માણી
સ્નેહ સ્પંદનમાં ઝૂલતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે
વાંસળીના સૂરમાં પૂરાયા અમે
અઢી અક્ષરમાં રમાડ્યા તમે
- રમેશ પટેલ(આકાશદીપ)