શુક્રવાર, 29 જુલાઈ, 2011

તારા સ્વપન વગરની નિદ્રા

એમ તો તારા વિરહ ની પળો માં પણ શ્વાસ ની આવન-જાવન તો થયા કરે છે.
પરંતુ જીંદગી તો એને કહેવાય કે જે પળો તારા સાનિધ્ય થી તરબતર હોય !
અને સાચું કહું તારા કરતાં તો તારી યાદ વધુ સારી લાગે છે. કારણકે મળીયે ત્યારે
તો થોડીક ક્ષણો માં જુદા થઇ છીએ. જયારે તારી યાદ તો ક્યારેક પાછી વળવા નું
નામ નથી લેતી. તારી યાદ મને તાજગી બક્ષે છે. તારી યાદ મારો શ્વાસ છે. તારી
યાદ મારા જીવન માં થી બાદ થતી ક્ષણો ને આબાદ કરે છે.

હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું સ્વપન, સત્ય છે કે આભાસ છે.”

પણ સત્ય હોય કે આભાસ હોય જે હોય તે મને ખુબ ગમે છે. કારણકે એમાં સમગ્ર
પણે તું ઓત પ્રોત છે. લોકો કહે છે કે નિદ્રા તો કુદરત નું અનુપમ વરદાન છે.અનિદ્રા
રોગ છે, મને જો તારી યાદ ની હુંફ મળતી હોય તો મારે મન અનિદ્રા તો રોગ પણ યોગ
છે. ને તારા સ્વપન વગર ની નિદ્રા મારે મન અભિશાપ છે, અને હવે તુ ઋતુ પણ
કરવત બદલી રહી છે. તારા આશ્લેષ જેવી મહેકતી હુંફ વાતાવરણ માં છલકાઇ રહી છે.

હું જાણું છું તારી સ્મ્રુતિ લઇ ને સુઇ જાઉ છું. તારું સ્વપન લઇ ને બસ ! સ્મ્રુતિ ને સ્વપન
મારા શ્વાસ-ઉચ્વાસ બની ગયા છે.

ટિપ્પણીઓ નથી: